તારા પ્રેમનું કિરણ
તું કેમ એવું ઝાકળ બનવાની જીદ કરે છે,
જેને પીવા હું તરફડુ છું,
પણ
જેવો તને હોઠે અડાડુ છું,
તે ઊતરી જાય છે,...
પેલા નાજુક ગુલાબની એક પાંખુડીમાં.
ના, એની તરસ
મારી તરસ કરતાં વધારે હોઈ જ કેમ શકે?
હું તો તને ઝંખું છું,
સનાતન કાળથી, જ્યારે
આકાશમાં ચાંદ-સૂરજ, તારા કંઈ જ નહોતું !
યાદ નથી તને?
તારા પ્રેમનું કિરણ મારી આંખમાં પ્રવેશેલું,
અને
તેના પરાવર્તનથી જ તો આ સૂરજ ઊગેલો !!!
દીપ્તિ પટેલ, 'શમા'
૩.૩૦ બપોરે,
૨૧ નવેમ્બર, ૨૦૧૩
( Enlgish translation: )
You are the dew
that I crave for,
Why can’t you be mine?
When I reach out to hold you,
You slip through my fingertips,
beckoned to the graceful petal of a rose.
How can the thirst of that rose
Be stronger than mine?
I have spent millennia
Waiting for you;
I have been craving for you;
Do you remember?
The first rays of your love
Shined into my eyes
And
The reflection of those rays created this very Sun!
You are the dew
That I crave for,
Why can’t you be mine?by Dipti Patel
Words In Motion 2014
No comments:
Post a Comment